
Day 16 of 30
Bhakti Bhavtarini
ભક્તિ ભવતારિણી
Bhakti that carries us across the ocean of life
June 1, 2026
Bhakti: The One Who Carries You Across
If you wish to cross a river from one bank to the other, how might you do it? You could swim across with self-confidence and the strength of your own arms. You could build a bridge with the help of science. You could fly across by helicopter or aeroplane. Or you could take a boat, a vessel, a raft. In the same way, there are many paths to reach Bhagwan.
First, let us understand what Bhakti truly means. A Bhakt is one who is not vibhakt — not separated, not cut off. In this sense, a Bhakt is one who is attached, and Bhakti is the act of joining. The bridge that connects the Bhakt and Bhagwan — that is Bhakti. The chain that binds the Bhakt to Bhagwan — that is Bhakti.
The Nine Forms of Bhakti
The Shastras describe nine forms of Bhakti:
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्। अर्चनं वन्दनं दास्यं सख्यं आत्मनिवेदनम्॥
Shravan (listening), Kirtan (singing the Lord's glory), Smaran (remembering), Padasevan (serving the Lord's feet), Archan (worship), Vandan (offering reverence), Dasya (servanthood), Sakhya (friendship), and Atma-nivedan (complete self-surrender) — these are the nine forms of Bhakti. Through many such paths, one can connect with Bhagwan. Beyond these, there is also Kriti-bhakti (devotion through action), Jnana-bhakti (devotion through knowledge), Bhav-bhakti (devotion through inner feeling), Japa-Tapa (chanting and austerity), Satsang, Sad-vaanchan (reading noble texts), and Sad-chintan (noble contemplation). The highest culmination of Bhakti is Madhura Bhakti — the sweetest, most intimate devotion.
The word Yog comes from the Sanskrit root yuj, which also means "to join" — the union of the Jiva with Shiva, the joining of the Atma with the Paramatma. Even the common English word for Dharma — Religion — carries this meaning: ligio means "to bind," and re means "again." To reconnect with Prabhu — that is the essence of Dharma. This is the very teaching of the Brahmasambandh Mantra in the Pushti Marg tradition.
The Three Kinds of Guru
In the Narad Bhakti Sutra, three types of Gurus are described:
- Like a stone: They sink and drag others down with them.
- Like a leaf: They float across but cannot carry anyone else.
- Like a boat: They cross over and carry others across too.
When we take a boat to cross a river, we must ask: does the boat have even a small hole in it?
The pursuit of power, the hoarding of wealth, the absence of moral character, the insistence on inherited seats of authority, sectarian narrow-mindedness, the building of walls between communities, the boundless wealth of ashrams and monasteries, the excess of personality worship — are these not holes in the very boat that is supposed to carry us across?
The titles pile up — 108, 1008, Shri Shri, Param Pujya, Dharma Dhuranadhara, Param Hamsa Bhagwan, Bapu, Bapji, Bawashri, Bhagwan, Swamiji, Munishri, Maharaj, Sarkar, Mandleshwar, Mahamandleshwar, Jagadguru, Mathpati, Pithadhishwar — and some are known by their quirks: the one who kicks, the one who keeps silence, the one with the blanket, the one in saffron robes, the one in gunny, or the one who wears nothing at all. In the department store of Dharma, you will find them all. But in the end, they are all human beings of flesh and blood. When they are caught up in Kama (desire), Krodh (anger), Lobh (greed), Moha (attachment), Mad (pride), and Matsar (jealousy), and occupied only in running their own shop — what good can they really do for anyone?
The True Guru
A Guru is one who is not Laghu (small, petty). Those who are blown away by the winds of fame, power, wealth, progeny, position, prestige, and money are not Guru — they are Laghu. Those who, amid the applause of naive and blindly faithful followers, allow themselves to be called Guru prove themselves, in the end, to be Laghu.
Bharatiya Sanskriti says "Gurur Brahma, Gurur Vishnu" and gives the Guru a place of extraordinary honour. But the self-appointed agents of today — what Kalyan (welfare) will they bring? An agent is one who profits from every side, a middleman who takes his commission. It is best to stay away from such opportunists. For that very reason, the wisest course is simply: "Krishnam Vande Jagadgurum" — to accept Shri Krishna as the Jagadguru (teacher of the world). Walking the path He has shown, following the road laid out in the Bhagvad Gita, the development of life becomes possible — becomes certain.
A Guru's Vidya (knowledge) is what matters, not his Vesh (appearance). A wise person does not place trust in appearances alone. Appearances can deceive. After all, Ravan assumed the guise of a mendicant when he abducted Sita.
Sadhana: The Work You Must Do Yourself
Bhakti requires Sadhana (spiritual practice) — mere Shraddha (faith) alone will not suffice. A Sadhan (vehicle) can accompany you to the far shore. After that, even a boat studded with gold, diamonds, and precious gems must be left behind on the bank. You cannot carry it on your head. To reach the destination, you must walk forward on your own. A compass — a GPS — shows you the direction. It does not deliver you to the destination.
A well-known exchange between a Guru and his disciple comes to mind:
Guru: "Son, may good come to you. In seven days you shall have Mukti. I give you Swarg (heaven), I give you Vaikunth."
Disciple: "Bapji, I will give you Ahmedabad, Vadodara, Mumbai, all of India — plus London, Paris, and New York."
Guru: "Hey you my Son! does your father own India and America, that you would give them to me?"
Disciple: "Then Bapji — are Swarg and Vaikunth your father's property, that you would give them to me?"
Bhagwan is not a corrupt minister who grants admission to Swarg based on a note from his lackey, or through influence, or for a price. Development and Sadhana in life must be done by oneself. In the sixth Adhyay of the Bhagvad Gita, Bhagwan Himself says: "You must uplift yourself, by yourself." It is through the study, reflection, and contemplation of the Vedas, Upanishads, and Shastras that Bhakti and the true development of life become possible.
The Seven Qualities of a True Teacher
To bring radiance, readiness, absorption, and austerity into the life of a Shishya (disciple), a teacher must possess seven qualities — the seven Sa-karas:
- Safalta (success)
- Saralta (simplicity)
- Sarasta (excellence)
- Samata (equanimity)
- Samarpitata (dedication)
- Sarthakta (purposefulness)
- Sumadhurta (sweetness)
If today's so-called Gurus lack this sevenfold rainbow, then those deceitful, pretentious, greedy, cunning agents of religion are best abandoned. To find a way through the confusion and disorder created by such Gurus, to establish a direct connection with Bhagwan, we must set aside the middlemen and welcome true understanding and unceasing Sadhana.
ભક્તિ ભવતારિણી
એક કાંઠાથી બીજા કાંઠા સુધી પહોંચીને નદીપાર કરવી હોય તો કઈ રીતે કરાય? ૧. આત્મવિશ્વાસ અને બાહુબળથી તરતાં તરતાં. ૨. વિજ્ઞાનની મદદથી પુલ બાંધીને. ૩. આકાશ માર્ગે હેલિકોપ્ટર કે વિમાન દ્વારા. ૪. હોડી, નૌકા કે તરાપા દ્વારા. એ જ રીતે ભગવાન પાસે પહોંચવાના પણ અનેક રસ્તા હોય છે.
સૌપ્રથમ ભક્તિ એટલે શું તે સમજવા પ્રયત્ન કરીએ. 'ભક્ત' એટલે જે વિભક્ત નથી, છૂટો નથી તે. આ અર્થમાં ભક્ત એટલે જોડાયેલો અને ભક્તિ એટલે જોડાવું. ભક્ત અને ભગવાનને જોડતો સેતુ એટલે ભક્તિ. ભક્ત અને ભગવાનને બાંધતી સાંકળ એટલે ભક્તિ.
શાસ્ત્રમાં ભક્તિના નવ પ્રકાર દર્શાવ્યા છે:
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्। अर्चनं वन्दनं दास्यं सख्यं आत्मनिवेदनम्॥
શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એ ભક્તિના નવ પ્રકાર છે. અનેક રીતે ભક્તિ કરી ભગવાન સાથે જોડાઈ શકાય છે. ઉપરાંત કૃતિભક્તિ, જ્ઞાનભક્તિ, ભાવભક્તિ, જપ-તપ, સત્સંગ, સદ્વાંચન, સદ્ચિંતન છે. ભક્તિની ચરમસીમા એટલે મધુરા ભક્તિ.
'युज्' ધાતુ પરથી યોગ શબ્દ બન્યો છે. યોગ શબ્દનો પણ અર્થ છે 'જોડાવું'. જીવનું શિવ સાથેનું મિલન. આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ. ધર્મનો પ્રચલિત અંગ્રેજી શબ્દ છે Religion. તેમાં પણ ligio એટલે જોડાવું. Re એટલે પુનઃ — પ્રભુ સાથે ફરીથી અનુસંધાન સાધવું એટલે જ ધર્મ. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મસંબંધના મંત્રમાં પણ આ જ વાત કહેલ છે ને.
નારદ ભક્તિ સૂત્રમાં ગુરુના ત્રણ પ્રકાર વર્ણવ્યા છે:
૧. પથ્થર જેવા: પોતે તો ડૂબે પણ સાથે બીજાને ડુબાડે. ૨. પાંદડા જેવા: પોતે તરી જાય પણ બીજાને તારી શકે નહીં. ૩. હોડી જેવા: પોતે તો તરે સાથે બીજાને પણ તારે.
નદી પાર કરવા આપણે હોડી લઈને જઈએ, પણ હોડીમાં જ જો નાનકડું ય કાણું હોય તો...?
સત્તા, સંપત્તિનો સંચય, ચારિત્ર્યહીનતા, વારસાગત ગાદીનો આગ્રહ, સાંપ્રદાયિક સંકુચિતતા, વાડાબંધી, આશ્રમો અને મઠોની અમર્યાદ સંપત્તિ, વ્યક્તિપૂજાનો અતિરેક — આ બધા તારનારી નૌકાના છિદ્રો તો નથી ને!?
૧૦૮, ૧૦૦૮, શ્રી શ્રી, પ.પૂ., ધ.ધૂ., પ.હ.ભ., બાપુ, બાપજી, બાવાશ્રી, ભગવાન, સ્વામીજી, મુનીશ્રી, મહારાજ, સરકાર, મંડલેશ્વર, મહામંડલેશ્વર, જગદ્ગુરુ, મઠપતિ, પીઠાધીશ્વર, લાતવાળા, મૌનવાળા, કમલીવાલા, ભગવાધારી કે કંતાનવાળા કે કશું ય પહેર્યા વગરના... ધર્મની દુકાન, કહો ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બધા મળી રહેવાના. પણ અંતે તો આ બધાય હાડ-માંસના માનવીઓ છે. તેઓ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર યુક્ત હોવાથી, પોતાની દુકાન ચલાવવામાં જ જો અટવાયેલા હોય ત્યાં કોઈનું શું ભલું કરવાના?
ગુરુ એટલે લઘુ નહીં તે. કીર્તિ, સત્તા, સંપત્તિ, સંતતિ, પદ, પ્રતિષ્ઠા, પૈસાના પવનથી ઊડી જનારા ગુરુ નથી, લઘુ છે. ભોળા અને અંધશ્રદ્ધાળુ શિષ્યગણના જયજયકારના ઘોષમાં પોતાને ગુરુ કહેવડાવનારા લઘુ જ પુરવાર થાય છે.
ભારતીય સંસ્કૃતિ "ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ" કહીને ગુરુને વિશિષ્ટ સન્માન અર્પે છે. પણ આજના એજન્ટ બની બેઠેલા ગુરુઓ શું કલ્યાણ કરવાના? એજન્ટ શબ્દ શું સૂચવે છે? બધા પક્ષેથી પોતાનો સ્વાર્થ સાધીને દલાલી મેળવે તે દલાલ. આવા તકસાધુઓથી તો બચવું જ ભલું. ને તે માટે કેવળ "કૃષ્ણં વંદે જગતગુરુમ્" — કૃષ્ણને જગતગુરુ માનવામાં જ શાણપણ છે. તેમણે ચીંધેલા રાહ પર, તેમણે કહેલા ગીતાના રસ્તે ચાલવાથી જીવન વિકાસ શક્ય બને છે, નિશ્ચિત બને છે.
ગુરુની વિદ્યા મહત્વની છે, વેશ નહીં. ડાહ્યો માણસ વેશ ઉપર વિશ્વાસ નથી મુકતો. વેશ છેતરામણો હોઈ શકે. રાવણે ભિક્ષુકનું રૂપ ધરીને જ સીતાનું હરણ કર્યું હતું ને.
ભક્તિ માટે સાધના જરૂરી છે, કેવળ શ્રદ્ધા નહીં ચાલે. સાધન માત્ર બીજા કિનારા સુધી જ સાથે આવે, ત્યારબાદ સોના, હીરામોતી કે રત્નોથી જડેલી હોડી હોય તો પણ કિનારા પર જ છોડવી પડે. માથે ઉપાડી સાથે ન લેવાય. મંઝિલ પર પહોંચવા માટે સ્વયં આગળ વધવું પડે. હોકાયંત્ર — GPS દિશા દેખાડે, લક્ષ્ય પર ન પહોંચાડે.
ગુરુ-ચેલાનો બહુ જ પ્રખ્યાત સંવાદ યાદ આવે છે:
ગુરુ: "બેટા, તેરા ભલા હો જાયેગા. સાત દિનમેં તુજે મુક્તિ મિલ જાયેગી. મૈં તુજે સ્વર્ગ દેતા હૂં, વૈકુંઠ દેતા હૂં."
ચેલો: "બાપજી, હું તમને અમદાવાદ, વડોદરા, મુંબઈ, આખું ભારત સાથે લંડન, પેરિસ ને ન્યુયોર્ક આપું છું."
ગુરુ: "બેટા, ભારત-અમરિકા ક્યા તેરે બાપ કે હૈ કિ વો તૂ મુઝે દેગા?"
ચેલો: "તો બાપજી, સ્વર્ગ ને વૈકુંઠ શું તમારા... ના છે!?"
ભગવાન કાંઈ લાંચખાઉ મિનિસ્ટર નથી કે તેના ચમચાએ લખેલી ચિઠ્ઠી, લાગવગ કે પૈસાથી સ્વર્ગમાં એડમિશન આપે. જીવનમાં વિકાસ અને સાધના જાતે જ કરવાની હોય છે. ગીતા અધ્યાય ૬ માં ભગવાન પણ કહે છે કે તારો ઉદ્ધાર તારે જાતે જ કરવાનો છે. વેદ, ઉપનિષદ, શાસ્ત્રોના પઠન, મનન-ચિંતનથી ભક્તિ અને જીવન વિકાસ શક્ય બને.
શિષ્યના જીવનમાં તેજસ્વિતા, તત્પરતા, તન્મયતા અને તપસ્વિતા લાવવા માટે શિક્ષક પાસે સાત 'સ'કાર જરૂરી છે:
૧. સફળતા ૨. સરળતા ૩. સરસતા ૪. સમતા ૫. સમર્પિતતા ૬. સાર્થકતા અને ૭. સુમધુરતા.
આજના કોઈ ગુરુ પાસે જો આ સપ્તરંગી ઇન્દ્રધનુષ ન હોય તો તેવા દંભી, ઢોંગી, લાલચુ ને ધૂર્ત એજન્ટ ગુરુઓને તો ત્યજવા જ ભલા. ગુરુઓએ ઊભા કરેલા ગૂંચવાડા ને ગડબડમાંથી રસ્તો કરવા, ભગવાન સાથે સીધો સંપર્ક કરવા વચેટિયાઓને ત્યજીને સાચી સમજણ અને અવિરત સાધના આવકારવી જરૂરી છે.
A Reflection for Today
We have more ways to connect than any generation before us — instant messages, video calls, networks that span the globe — and yet the ache of disconnection runs deeper than ever. The teaching of Bhakti names what we are actually longing for: not more connections, but the one connection that makes all others meaningful. The word Bhakt itself means "one who is not separated," and the nine forms of Bhakti — from Shravan to Atma-nivedan — remind us that this joining is not a single act but a daily Sadhana, as varied as listening, singing, remembering, and surrendering. In a world crowded with self-appointed guides and spiritual influencers, this teaching offers a bracing corrective: abandon the middlemen, test every Guru by their conduct and not their title, and remember that no one — however many followers they command — can hand you Moksha like a boarding pass. The development of life, as Bhagwan says in the sixth Adhyay of the Gita, must be done by oneself. What Sadhana are you doing with your own two hands, rather than outsourcing to someone else's authority?
Today’s Mantra for Japa
Om Namo Bhagavate Vasudevaya
Recite 11 times
For Family Discussion
- 1What does Bhakti look like in your daily life — not in the temple, but at home?
- 2How is devotion different from belief?
Something to Sit With This Evening
“Bhakti does not ask you to become extraordinary. It asks you to love extraordinarily.”
From Adhik Mas Nu Nitya Chintan by Hitendra Gandhi & Jyotsna Shah. About the authors